Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવતી સાથે ભાવનગર ASIના પુત્રએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું,યુવતીએ નોંધાવી ફરિયાદ

રાજકોટ  શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહી અભ્યાસ કરતી એક યુવતીને ભાવનગરના યુવાન સાથે સોશિયલ મીડિયા માધ્યમથી પરિચય થયા બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. જોકે યુવકે અવારનવાર દુષ્કર્મમાં આચાર્ય બાદ લગ્ન કરવાનો ઇનકાર કરતા ભોગ બનનાર યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ભાવનગરના ASI
યુવતી સાથે ભાવનગર asiના પુત્રએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું યુવતીએ નોંધાવી ફરિયાદ
રાજકોટ  શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહી અભ્યાસ કરતી એક યુવતીને ભાવનગરના યુવાન સાથે સોશિયલ મીડિયા માધ્યમથી પરિચય થયા બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. જોકે યુવકે અવારનવાર દુષ્કર્મમાં આચાર્ય બાદ લગ્ન કરવાનો ઇનકાર કરતા ભોગ બનનાર યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ભાવનગરના ASIનાં પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
થોડા સમય બાદ બંનેની રૂબરૂ મુલાકાત પણ શરૂ થઈ હતી
શહેરના કાલાવડ રોડ પર રહેતી કોલેજમાં અભ્યાસ કરતી 23 વર્ષે યુવતીને ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવનગરના ઉમરાળામાં રહેતા રાજદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને સોશિયલ મીડિયામાં વાતચીત કર્યા બાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. અને મોબાઈલ પર વાતચીત થતી હતી. અને થોડા સમય બાદ બંનેની રૂબરૂ મુલાકાત પણ શરૂ થઈ હતી. બાદમાં એકાંત માણવા ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલા હેપ્પી અવર્સ કેબિન પાર્લરમાં જતા હતા.
ઉમરાળા તેમના વતનમાં લઈ જાય ત્યાં પણ દુષ્કર્મ આચાર્ય હતું
યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજદિપસિંહ લગ્ન કરવાની લાલચ આપે તેની સાથે બળજબરી કરી અનેકવાર સારી સંબંધ બાંધ્યા હતા. તેમજ ઉમરાળા તેમના વતનમાં લઈ જાય ત્યાં પણ દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ યુકે લગ્ન કરવાની વાત કરતા રાજદીપસિંહે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. અને સંપર્ક પણ કાપી નાખતા યુવતીએ શહેરના મહિલા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.